ફક્ત 25 ટકા મતદારને સંસદની ચૂંટણીમાં ટોરીઝના વિજયની આશા

50 ટકા મતદારના મતે આગામી સરકાર લેબર પાર્ટીની બનશે

Tuesday 16th May 2023 11:45 EDT
 
 

લંડનઃ બ્રિટિશ મતદારોનો રિશી સુનાકમાં વિશ્વાસ ઘટી રહ્યો છે. તાજેતરમાં કરાયેલા એક સરવે પ્રમાણે ફક્ત 25 ટકા મતદાર જ માને છે કે કન્ઝર્વેટિવ પાર્ટી આગામી સંસદની ચૂંટણીમાં વિજેતા બનશે. ફક્ત 11 ટકા મતદાર માને છે કે સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવશે. 50 ટકા મતદારોનું માનવું છે કે આગામી જનરલ ઇલેક્શનમાં લેબર પાર્ટી વિજેતા બનશે. 11 ટકાનું માનવું છે કે લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે ચૂંટાઇ આવશે. 22 ટકાના મતે લેબર પાર્ટીને પાતળી બહુમતી મળશે જ્યારે 17 ટકાના મતે લેબર પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે.

તાજેતરમાં યોજાયેલી લોકલ કાઉન્સિલની ચૂંટણીઓ સંસદની ચૂંટણી પહેલાનો લિટમસ ટેસ્ટ હતી. તેમાં લેબર પાર્ટીએ કન્ઝર્વેટિવ પાર્ટીને કારમો પરાજય આપ્યો છે. કેન્ટ કાઉન્સિલમાં તો 1998 પછી પહેલીવાર લેબર પાર્ટીનું શાસન આવ્યું છે. આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 1060 બેઠકો અને 48 કાઉન્સિલ ગુમાવી છે. બીજીતરફ લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ પણ કાઉન્સિલની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter