ફરાની ટેલર સોલિસીટર્સ ઈંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં PIAનો કેસ જીત્યા

Wednesday 25th August 2021 04:40 EDT
 
 

લંડનઃ સુપ્રીમ કોર્ટ ઓફ ઈંગ્લેન્ડના પાંચ જજીસે લેન્ડમાર્ક કેસમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં જણાવાયું છે કે પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઈનર ૨૦૧૨માં પાકિસ્તાન માટેની ટિકિટ્સના વેચાણમાં નવા કોન્ટ્રાક્ટનો અમલ કરવા દરમિયાન બ્રિટિશ પાકિસ્તાની ટ્રાવેલ એજન્ટ સામે આર્થિક દબાણ- અવરોધ હેઠળ કાનૂની કાયદાનો ઉપયોગ કરવામાં સાચી હતી.

આ કેસમાં PIA વતી ફરાની ટેલર સોલિસીટર્સ હાજર રહ્યા હતા. સૌથી લાંબો સમય ચાલેલા કેસીસમાં બર્મિંગહામની નાના પરિવારની માલિકીની દાવેદાર ટ્રાવેલ એજન્સી ટાઈમ ટ્રાવેલ સામેનો આ એક કેસ હતો.

આ કેસ એવા સમયગાળા દરમિયાનનો હતો જ્યારે યુકે અને પાકિસ્તાન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સનું સંચાલન કરતી એકમાત્ર એરલાઈન PIA હતી. પાકિસ્તાન જવા માટે ટિકિટ બુક કરાવવા ટ્રાવેલ એજન્સીને જણાવે તેવા અન્ય કોઈની પણ માફક પાકિસ્તાની કોમ્યુનિટી ફ્લાઈટ ટિક્ટ્સના વેચાણ માટે તેના પર ભારે આધાર રાખતી હતી.

ફરાની ટેલર સોલિસીટર્સના મેનેજિંગ પાર્ટનર ફરહાન ફરાનીએ સ્વીકાર્યું હતું કે આ જજમેન્ટની ઈંગ્લિશ લોમાં વ્યાપક અસર પડશે. તેમણે ઉમેર્યું હતું કે,‘આ ચુકાદો અસરકારક રીતે દબાણ- અવરોધની સીમાઓ નવેસરથી પ્રસ્થાપિત કરશે અને ભવિષ્યમાં કોમર્શિયલ વાટાઘાટો માટે મહત્ત્વપૂર્ણ અસરો ઉભી કરશે. કેસગુમાવ્યો હોત તો PIAએ છેક ૨૦૧૨થી પશ્ચાદવર્તી અસર સાથે ભારે કમિશન્સ ચૂકવવા પડ્યા હોત અને તેમના માટે અન્ય કેસીસના ફ્લડગેટ્સ ખુલી ગયા હોત.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter