મેગન મર્કલે રહસ્યસ્ફોટ કર્યો કે ક્વીન સાથે મુલાકાત અગાઉ રાજવી શિષ્ટાચાર શીખવા ભારે મહેનત કરી હતી. હેરીએ કારમાં જ ક્વીનને કર્ટ્સી કરવા વિશે જણાવ્યું હતું. હર મેજેસ્ટી સાથે પ્રથમ મુલાકાતની પળો પહેલા રોયલ લોજની બહાર ફર્ગી- સારાહ ફર્ગ્યુસને રાણીને કેવી રીતે નમન કરવું તે શીખવાડ્યું હતું.
મેગને કહ્યું હતું કે તેણે પ્રિન્સ હેરી સાથે ડેટિંગની શરુઆત કરી ત્યારે રાજવી રીતરસમોથી તદ્દન અજાણ હતી અને કદી હેરી વિશે ગૂગલ પરથી માહિતી પણ મેળવી ન હતી. બ્રિટિશ રાજપરિવારમાં તેના ઉછેર વિશે પણ જાણતી ન હતી. ‘ફર્મ’ વિશેના તેના ખ્યાલો વાસ્તવિકતાથી તદ્દન અલગ હતા. શાહી રીતરસમો કેવી રીતે નિભાવવી તે ઝડપથી શીખવાનું હતું.

