ફર્સ્ટ કઝિન મેરેજની પ્રથા પર પ્રતિબંધ લાદવા ખરડો રજૂ કરાશે

ઇમિગ્રેશન નિયમોને બાયપાસ કરવા પ્રથાનો દુરુપયોગ થતો હોવાનો આરોપ

Tuesday 01st September 2026 11:23 EDT
 
 

લંડનઃ દેશમાં ઇમિગ્રેશન સિસ્ટમનો દુરૂપયોગ અટકાવવા માટે લેબર પાર્ટી ફર્સ્ટ કઝિન મેરેજ એટલે કે પ્રથમ પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના લગ્ન પર પ્રતિબંધ મૂકવાના કાયદા પર વિચારણા કરી રહી છે. જસ્ટિસ મિનિસ્ટ્રીએ આ અંગે વ્યક્ત કરાતી ગંભીર ચિંતાઓને સ્વીકારી છે અને તેની સમીક્ષા કરી રહી છે.

શેડો હેલ્થ મિનિસ્ટર ડૉ. લૂક ઇવાન્સ આગામી વર્ષની શરૂઆતમાં આ પ્રથા પર રોક લગાવવા માટે સાંસદ તરીકે બિલ રજૂ કરવા જઈ રહ્યા છે. વિરોધ પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર, ફર્સ્ટ-કઝિન મેરેજનો ઉપયોગ સામાન્ય ઇમિગ્રેશન નિયમો અને સિસ્ટમને બાયપાસ કરવા માટે થઈ રહ્યો છે.

બોર્ન ઇન બ્રેડફોર્ડ અભ્યાસના ડેટા દર્શાવે છે કે નજીકના સગામાં લગ્નને કારણે બાળકોમાં જન્મજાત ખામીઓ, ભાષાકીય વિકાસમાં વિલંબ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. નોર્વે અને સ્વીડન જેવા દેશોએ આ પ્રકારના લગ્નો પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે અમેરિકાના 32 રાજ્યોમાં પણ આ અંગે સખત કાયદા અમલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter