લંડનઃ યુકેના કંપની બોર્ડરુમ્સનો ચહેરો ઝડપથી બદલાઈ રહ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં મહિલા નિષ્ણાતોની સંખ્યા બમણી થઈને લોર્ડ ડેવિસના ૨૫ ટકાના લક્ષ્યાંકે પહોંચી ગઈ છે. લંડન સિટીના ફાઈનાન્સ અને બિઝનેસ ક્ષેત્રમાં હેલેના મોરિસ્સેથી માંડી પિન્કી લિલાણી જેવાં વ્યક્તિવિશેષોનું પ્રભુત્વ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં પુરુષોનું પ્રભુત્વ તો હજુ છે, પરંતુ સિટીમાં લોકો પ્રેરણા મેળવતાં થાય તેવી મૂવર્સ એન્ડ શેકર્સ, એવોર્ડવિજેતા અને વગદાર મહિલાનું પ્રમાણ વધી રહ્યું છે. ટ્વીટર, ફેસબૂક, લિંક્ડઈન, ગૂગલ પ્લસ, ઈન્સ્ટાગ્રામ, વિકિપીડીઆ સહિતની સોશિયલ નેટવર્ક્સ પર સક્રિય લોકો દ્વારા અપાતા સ્કોરના આધારે City A.M. દ્વારા તૈયાર કરાયેલી યાદીની ૬૪ મહિલામાં એશિયન મૂળની છ મહિલા પણ સ્થાન ધરાવે છે.
યાદીમાં ક્રમ સત્તા-પ્રભાવ સ્કોર
ક્રમ-૧૮. રુબી મેકગ્રેગોર-સ્મિથ મિટી ગ્રૂપ PLCના ચીફ એક્ઝીક્યુટિવ, પેજગ્રૂપ PLCના સીનિયર સ્વતંત્ર ડિરેક્ટર, બિઝનેસ ઈન કોમ્યુનિટીના ટ્રસ્ટી, ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્ના નોન-એક્ઝીક્યુટિવ ડિરેક્ટર, પબ્લિક સર્વિસીસ સ્ટ્રેટેજી બોર્ડ, CBI ના ચેરમેન, (સ્કોર-૫૫)
ક્રમ-૧૯. પિન્કી લીલાણી યુકેમાં સૌથી પ્રભાવશાળી ૧૦૦ મહિલાની બીબીસી ૨૦૧૩ પાવરલિસ્ટમાં સ્થાન, એશિયન વિમેન ઓફ એચિવમેન્ટ એવોર્ડ્સ, ધ વિમેન ઓફ ફ્યુચર એવોર્ડ, અને ધ ગ્લોબલ એમ્પાવરમેન્ટ એવોર્ડના સ્થાપક અને અધ્યક્ષ, નેટવર્કિંગ અને કૂકિંગ વિશે સ્પાઈસ મેજિકના સ્થાપક અને સીઈઓ. (સ્કોર-૫૪)
ક્રમ-૩૦. જાન્વી પટેલ હેલ્બરીની અધ્યક્ષા અને સહસ્થાપક એમ્પ્લોયમેન્ટ લોયરની પશ્ચાદભૂ, એન્ટ્રેપ્રીન્યોર અને બ્લોગર. (સ્કોર-૪૧)
ક્રમ-૪૩. યાસ્મીન બાટલીવાલા ડ્રગ અને આલ્કોહોલ ચેરિટી WDP ના અધ્યક્ષ, ગરીબી સામે લડતી સંસ્થાઓ માટે મફત કાનૂની સેવાની વ્યવસ્થા કરતી સંસ્થા A4IDના ચીફ એક્ઝીક્યુટિવ. (સ્કોર-૨૬)
ક્રમ-૫૭. રાના નઝીર બ્રિટિશ કાશ્મિરી વિમેન કાઉન્સિલના સ્થાપક. વોટર ટ્રીટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં બિઝનેસ સપોર્ટ મેનેજર. પ્યોર હાર્ટ્સ માટે એક્ઝીક્યુટિવ ડિરેક્ટર. (સ્કોર-૧૦)
ક્રમ-૬૪. ઝરીના સાબિર, ઈઝીજેટ PLCના ગ્રૂપ ચીફ એકાઉન્ટન્ટ. (સ્કોર-૦૨)