લંડનઃ લક્ઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચેઇન હેરોડ્સના પૂર્વ માલિક મોહમ્મદ અલ ફાયેદ દ્વારા શારીરિક શોષણનો ભોગ બનેલી 100 કરતાં વધુ પીડિત મહિલાઓએ ચેઇન દ્વારા શરૂ કરાયેલી વળતર યોજનામાં દાવો કર્યો છે. હેરોડ્સ દ્વારા એપ્રિલના અંતથી વળતરની ચૂકવણી શરૂ કરાઇ હતી અને વધુ પીડિતાઓ વળતર માટે અરજી કરી શકે તે માટે આ યોજના 31 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. આ યોજના ફાયેદની પ્રાઇવેટ એરલાઇન કંપનીઓ પૈકીની એક ફેએર (જર્સી) કંપની લિમિટેડની પીડિતાઓ માટે પણ વિસ્તારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ અલ ફાયેદનું 2023માં નિધન થયું હતું.