લંડનઃ સપ્તાહાંતમાં માઇગ્રેશન વિરોધી રેલીમાં ભાગ લેવા આવેલા ફાર રાઇટ્સે ભારતીય વ્યંજનો પર જ હાથ અજમાવ્યો હતો. ઘણા દેખાવકારો સાઉથબેન્ક સેન્ટર સ્ટોલ્સમાં કરી, નાન રેપ અને ઓનિયન ભાજી લેવા મે કતારમાં ઊભેલા જોવા મળી રહ્યાં હતાં. તેમણે બિરિયાની અને સમોસા જેવા ભારતીય વ્યંજનો ખાવાનું જ પસંદ કર્યું હતું.