ફાર્મસી ક્ષેત્રને પ્રગતિના માર્ગે લઈ જવાશેઃ સિગ્મા ફાર્માસ્યુટિકલ્સનો વેબિનાર

શેફાલી સક્સેના Wednesday 30th June 2021 06:42 EDT
 
 

લંડનઃ હેલ્થ અને સોશિયલ કેર ડિપાર્ટમેન્ટ (DHSC) દ્વારા ફાર્માસ્યુટિકલ્સ સર્વિસીસ માટે જવાબદાર રહે તેવી નવી સ્થાનિક સંસ્થાઓની રચનાના પ્રસ્તાવો પર વિચારણા કરાઈ રહી છે. સરકારે ૧૨ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરેલા વ્હાઈટ પેપરમાં સ્થાનિક હેલ્થ અને કેર સિસ્ટમ્સને વધુ ઉત્તરદાયિત્વ સોંપી ભવિષ્ય માટે ફિટ બનાવવાની કલ્પના દર્શાવી હતી. આના પરિણામે, ફાર્મસી સેવાઓ NHS England અને NHS Improvement (NHSE&I)ના બદલે મુખ્યત્વે ઈન્ટિગ્રેટેડ કેર સિસ્ટમ (ICS)ના દાયરામાં આવી જશે.

સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ Plc દ્વારા આયોજિત ‘Taking Pharmacy Forward’ વેબિનારમાં કંપનીના સહસ્થાપક ભરત શાહ CBEએ જણાવ્યું હતું કે,‘સિગ્મા દ્વારા યુનિવર્સિટી ઓફ બાથ ખાતે શરુ કરાયેલો પ્રોજેક્ટ હવે સમાપ્તિના આરે છે. અને  વર્ષના ચોથા ત્રિમાસિક રિપોર્ટમાં તેના પરિણામો પ્રસિદ્ધ કરવા અમે આશાવાદી છીએ. આ પ્રોજેક્ટ યુકેમાં ૨૦૨૫માં ફાર્મસી માટેનું મોડેલ બની રહેશે. આ પ્રોજેક્ટ સ્કૂલ ઓફ ફાર્મસી, સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સીસ અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટના સહયોગમાં હાથ ધરાયો હતો. આપણા પાર્લામેન્ટેરિયન્સ  રિપોર્ટને સપોર્ટ કરે તેવી અમારી ઈચ્છા છે.’

વેબિનારમાં હેલ્થ એન્ડ સોશિયલ કેરના પૂર્વ સેક્રેટરી મેટ હેનકોકે લોકડાઉન્સના કાળા દિવસોમાં શેરીઓમાં માત્રે તેમની જ શોપ્સ ખુલ્લી રહેતી હતી તેવી કોમ્યુનિટી ફાર્મસીનો લોકસેવા માટે આભાર માન્યો હતો. તેમણે ફ્લુ અને કોવિડ-૧૯ના વેક્સિનેશનના કાર્યમાં કોમ્યુનિટી ફાર્મસીઓની ભૂમિકાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ફાર્મસીઓએ પાંચ મિલિયનથી વધુ વેક્સિન્સની ડિલિવરી કરવા ઉપરાંત, પોતાની કોમ્યુનિટીઓમાં લોકોને વેક્સિન લેવા સમજાવ્યા પણ હતા. જેની વિગતો હજુ તૈયાર કરાઈ નથી તેવા બૂસ્ટર પ્રોગ્રામને સમર્થન આપતા હેનકોકે કહ્યું હતું કે કોવિડ અને ફ્લુ વેક્સિનેશન્સમાં ફાર્મસીઓની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.’

DHSC કોવિડ ફંડિંગના આગોતરા ૩૭૦ મિલિયન પાઉન્ડની પરત ચૂકવણીમાંતી કોમ્યુનિટી ફાર્મસીની જવાબદારી જતી કરવાનું ગંભીરતાપૂર્વક વિચારી રહેલ છે. માર્ચ મહિનામાં ફાર્માસ્યુટિકલ્સ સર્વિસીસ નેગોશિયેટિંગ કમિટી (PSNC)એ જાહેર કર્યું હતું કે મહામારીના કપરા કાળમાં સેક્ટર સામે કેશ ફ્લોનું ભારે દબાણ હોવાના સંદર્ભમાં તેણે એડવાન્સ ફંડિંગ તરીકે ૩૦૦ મિલિયન પાઉન્ડ મેળવ્યા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે પાછળથી ઈંગ્લેન્ડની ફાર્મસીઓને મે અને જૂન મહિનામાં અનુક્રમે વધારાના ૫૦ અને ૨૦ મિલિયન પાઉન્ડ ચૂકવવા તૈયારી દર્શાવી હતી.

નેશનલ ફાર્મસી એસોસિયેશન (NPA)ના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક લ્યોનેટે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં કોમ્યુનિટી ફાર્મસી મુદ્દે પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકના ઉત્સાહની પ્રશંસા કરી કોમ્યુનિટી ફાર્મસીને કાયમી ધોરણ પર રાખવા નવા હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ સાથે કામ કરવાની આતુરતા પણ દર્શાવી હતી.

‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં પ્રોફેસર મહેન્દ્ર પટેલ, કો-ઈન્વેસ્ટિગેટર અને એથનિક માઈનોરિટી કોમ્યુનિટીઝ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ફાર્મસી રિસર્ચ લીડનું કહેવું હતું કે,‘સ્ટ્રોક, હાર્ટ ડિસીસીઝ અને હાઈ બ્લડ પ્રેશરના ટકાવ માટે કોમ્યુનિટી ફાર્મસી ચાવીરુપ બની રહેશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter