ફિઝિકલ ડ્રાઇવિંગ લાયસન્સ હવે બનશે ડિજિટલ

સરકારની એપના વોલેટમાં ડિજિટલ લાયસન્સ ઉપલબ્ધ બનશે

Tuesday 21st January 2025 09:48 EST
 

લંડનઃ આગામી મહિનાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સમાં મોટા બદલાવ અમલી બની રહ્યાં છે જેના કારણે 50 મિલિયન બ્રિટિશરને અસર થશે. ડ્રાઇવિંગ લાયસન્સનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને તે મોબાઇલ ફોન પર પણ ઉપલબ્ધ રહેશે. પ્લાસ્ટિક કાર્ડથી એપના આ બદલાવના કારણે આલ્કોહોલની ખરીદી, મતદાન અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં બોર્ડિંગ જેવી પ્રક્રિયાઓ વધુ સરળ બનાવી શકાશે.

જોકે વાહનચાલકો ફોટોગ્રાફ સાથેના ડ્રાઇવિંગ લાયસન્સનો ઉપયોગ કરી શકશે અને ડિજિટલ લાયસન્સ ફરજિયાત રહેશે નહીં. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસાવાયેલ એપનો આ વર્ષથી પ્રારંભ કરાશે.

ઓસ્ટ્રેલિયા, આઇસલેન્ડ, ડેન્માર્ક અને નોર્વેની તર્જ પર શરૂ થનાર આ ડિજિટલ ડ્રાઇવિંગ લાયસન્સ એપના વોલેટમાં જ ઉપલબ્ધ રહેશે અને ગૂગલ અથવા એપલ વોલેટમાં તે ઉપલબ્ધ રહેશે નહીં. યૂઝર્સ પ્રાઇવસી માટે લાયસન્સ પરનું તેમનું સરનામુ છૂપાવી શકશે. સુપર માર્કેટો પણ આ લાયસન્સને સેલ્ફ ચેકઆઉટ ટેકનોલોજી સાથે લિન્ક કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter