ફિન્સબરી હુમલામાં ડેરેન સામે હત્યાનો આરોપ

Tuesday 27th June 2017 12:14 EDT
 
 

લંડનઃ ફિન્સબરી પાર્ક મસ્જિદ પાસે વાન દ્વારા હુમલા સંદર્ભે કાર્ડિફના ૪૭ વર્ષના ડેરેન ઓસ્બોર્ન સામે ત્રાસવાદ સંબંધિત હત્યા અને હત્યાના પ્રયાસનો આરોપ નોંધાયો છે. તેને બેલમાર્શ પ્રિઝનમાંથી મંગળવાર, ૨૭ જૂને ઓલ્ડ બેઈલી કોર્ટમાં વિડિયો લિન્ક દ્વારા રજૂ કરાયો હતો. તેણે જામીન માગ્યા ન હતા. હવે તેને ૨૦ જુલાઈએ કોર્ટમાં હાજર થવાનું છે.

ડેરેને ગત સોમવારની વહેલી સવારે મુસ્લિમ નમાજીઓ પર વાન હંકારતા ૫૧ વર્ષના મકરમ અલીનું મોત નીપજ્યું હતું અને અનેકને ઈજા પહોંચી હતી. પોલીસ અને સરકાર આ હુમલાને બ્રિટનમાં માર્ચ પછી ચોથા ત્રાસવાદી હુમલા તરીકે ગણાવે છે.

ચાર સંતાનના બેરોજગાર પિતા ડેરેનને શુક્રવાર, ૨૩ જૂને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. ઓસ્બોર્ને પોતાના નામ અને જન્મતારીખને કન્ફર્મ કરી હતી. જોકે, સરનામાની વિગતો આપવાનું ટાળ્યું હતું. ઓસ્બોર્નને કસ્ટડીમાં સોંપાયો હતો. મુસ્લિમ કોમ્યુનિટી સામે કરેલો મનાતા આ હુમલાથી કોમ્યુનિટીની એકતાની હિમાયત કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter