લંડનઃ સ્ટાર્મર સરકારનું સત્તામાં એક વર્ષ પુરું થાય તે પહેલાં જ ફુગાવાનો દર 3.6 ટકા પર પહોંચી ગયો છે. જૂન 2025માં જાન્યુઆરી 2024 પછી ફુગાવાનો દર સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યો હતો. ખાદ્યપદાર્થો, કપડાં, વિમાની અને રેલવે પ્રવાસ મોંઘાદાટ બનતાં ફુગાવાનો દર વધી ગયો છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં ઇંધણોની કિંમત થોડી ઘટતાં રાહત મળી હતી.
ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2.0 ટકાના અંદાજ કરતાં ઘણો વધી ગયો છે ત્યારે આગામી મહિને વ્યાજદરમાં ઘટાડો કરાશે કે કેમ તેના પર શંકા સેવાઇ રહી છે. જો આ રીતે જ ફુગાવાના દરમાં વધારો થતો રહેશે તો બેન્ક ઓફ ઇંગ્લેન્ડને વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી શકે છે.