ફુગાવો ઘટતાં હવે જનતાને કરવેરામાં રાહત આપી શકાશેઃ સુનાક

અમે સ્થાપિત કરેલી આર્થિક સ્થિરતાના કારણે આ શક્ય બન્યુઃ વડાપ્રધાન

Tuesday 25th June 2024 12:46 EDT
 

લંડનઃ ફુગાવાનો દર પહેલીવાર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના લક્ષ્યાંક પર આવી જતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ફુગાવાના દરમાં ઘટાડાનો અર્થ એ છે કે હવે નવી ટોરી સરકાર કરવેરામાં વધુ રાહત આપવાની સ્થિતિમાં આવી જશે. અમે સ્થાપિત કરેલી આર્થિક સ્થિરતાના કારણે આ શક્ય બન્યું છે. ફુગાવાના દરમાં ઘટાડો મારી પ્રાથમિકતા હતી. હવે અમે જનતાને કરવેરામાં રાહત આપવા સક્ષમ બની ગયાં છીએ. જો અમે ચૂંટણીમાં જીતીશું તો હું કરવેરામાં રાહત આપવાના તમામ પ્રયાસ કરીશ.

તમારી યોજનાઓ કામ કરી રહી છે તેવું કેવી રીતે કહી શકો કારણ કે હજુ લોકો સંઘર્ષ કરી રહ્યાં છે તેવા સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, સૌથી મહત્વની વાત એ છે કે હું જનતાને કરવેરામાં રાહત આપવાનું કામ કરી શકું છું.

જો તમારી યોજના સફળ રહી તો તમે ચૂંટણી કેમ જાહેર કરી અને થોડો સમય રાહ કેમ ન જોઇ તેવા સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, હું આ મામલા પર રાજનીતિ કરતો નથી. મેં ચૂંટણીની જાહેરાત કરી ત્યારે ફુગાવાનો દર સામાન્ય બની ગયો હતો. આર્થિક સ્થિરતા હોય ત્યારે ભવિષ્યનો વિચાર કરવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter