લંડનઃ સંખ્યાબંધ પૂર્વ અન્ વર્તમાન ફૂટબોલ ખેલાડીઓ અને નિષ્ણાતોએ યુકેના કોવિડ-૧૯ વેક્સિનેશન પ્રોગ્રામને ૨૦૨૧ના ‘શ્રેષ્ઠ ડિફેન્સ’ તરીકે વખાણ્યો છે. એક શોર્ટ ફિલ્મમાં દેખા દેતા ફૂટબોલ લેજન્ડ્સ ક્રિસ કામારા, એનીઓલા આલુકો, ક્રિસ હ્યુટોન, કાર્લટન કોલે, જુલ્સ બ્રીચ અને હેરી રેડનેપ દ્વારા અત્યાર સુધીની સિઝનમાં તેમના શ્રેષ્ઠ ડિફેન્ડરની પસંદગી કરે છે. જેમાં કોવિડ-૧૯ વેક્સિનેશન પ્રોગ્રામ સૌથી ટોચ પર છે. તેમણે લોકોને ઓફર કરાય ત્યારે વેક્સિન લેવા લોકોને પ્રોત્સાહિત કર્યા છે. યુકેમાં ૩૬ મિલિયનથી વધુ લોકોએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.
સૌપહેલા ભારતમાં ઓળખાયેલા ચિંતાજનક B1.617.2 વેરિએન્ટના વધી રહેલા કેસીસનો સામનો કરવાની સરકારની યોજનાઓના ભાગરુપે વેક્સિનના સેકન્ડ ડોઝ માટેની એપોઈન્ટમેન્ટ્સ ૧૨ સપ્તાહથી ઘટાડી ૮ સપ્તાહ સુધી આગળ લવાઈ છે. સૌથી ઊંચે નવ પ્રાયોરિટી જૂથના બાકીના લોકોએ હજુ વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવાનો બાકી છે. વેરિએન્ટના પ્રસારની ગતિને અંકુશમાં લેવા સમગ્ર નોર્થ વેસ્ટમાં ઉછાળાના મજબૂત ટેસ્ટિંગ, જેનોમ સિક્વન્સિંગ અને વધારાયેલા કોન્ટેક્ટ ટ્રેસિંગના પગલાં પણ લેવાઈ રહ્યા છે.
સ્કાય સ્પોર્ટ્સના પ્રેઝન્ટર અને ફૂટબોલ નિષ્ણાત ક્રિસ કામારાએ જણાવ્યું હતું કે,‘ જે કોઈને વેક્સિન ઓફર કરાય તેને આગળ આવી તે લઈ લેવાં તેમને હું પ્રોત્સાહન આપીશ – મેં લીધી જ છે અને તે ઘણું સહેલું છે. આપણને જે ગમે છે તે તરફ પાછા ફરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે, આપણે જે રીતે ફૂટબોલ નિહાળવાનું પસંદ કરીએ છીએ તેમ કરવાનો માર્ગ છે.’
એસ્ટન વિલા ખાતે વિમેન્સ ફૂટબોલના ડાયરેક્ટર અને ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી એનીઓલા આલુકોએ જણાવ્યું હતું કે,‘ ખાસ કરીને યુવા લોકો વેક્સિન મેળવવાને લાયક બન્યા છે ત્યારે વધુ અને વધુ લોકો વેક્સિન મેળવી રહ્યા છે તે જોવાનું ખરેખર સારું છે. જીવન જીવવા તરફ પાછા ફરવા માટે વેક્સિન માટે લોકોને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે અને તે સલાહભર્યું પણ છે. ખાસ કરીને આપણે ચોકસાઈ કરી શકીશું કે આપણને સંપૂર્ણ ભરાયેલા ફૂટબોલ સ્ટેડિયમ જોવા મળશે અને આપણે જાણીએ છે તે રમત તરફ પાછા ફરીશું.
હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે,‘ યુકેમાં વેક્સિનેશનને આગળ વધારવા સમર્થન આપવા બદલ હું હેરી રેડનેપ, ક્રિસ કામારા, એનીઓલા આલુકો, ક્રિસ હ્યુટોન, કાર્લટન કોલે અને જુલ્સ બ્રીચનો ભારે આભારી છું. જ્યારે ઓફર કરવામાં આવે ત્યારે લોકો વેક્સિન લે તે મહત્ત્વનું છે અને કોવિડ ૧૯ સામે આપણો સર્વશ્રેષ્ઠ ડિફેન્સ છે. વધુ અને વધુ ચાહકો તેમને મનપસંદ સ્પોર્ટ્સ નિહાળવા પાછા જઈ શકે તેમાં આપણને મદદ મળશે.’