ફૂડ બેન્ક્સ પર અભૂતપૂર્વ ધસારોઃ રેશનનું પ્રમાણ ઘટાડવાની ફરજ

એપ્રિલથી માગનું પ્રમાણ વધવા સાથે ફૂડ ડોનેશનનું પ્રમાણ ઘટી ગયું

Thursday 15th September 2022 06:47 EDT
 
 

લંડનઃ સમગ્ર બ્રિટનની ફૂડ બેન્ક્સ અભૂતપૂર્વ ધસારાનો સામનો કરી રહી છે જેના કારણે શિયાળામાં સૌથી ગરીબ લોકોને ખવડાવવામાં સમસ્યા સર્જાઈ શકે છે. લગભગ 70 ટકા પ્રોવાઈડર્સે ચેતવણી આપી છે કે તેમણે લોકોને પાછા મોકલવા પડશે અથવા ઈમર્જન્સી રેશન્સનું પ્રમાણ ઘટાડવું પડશે.

યુક્રેનમાં યુદ્ધના કારણે ખેડૂતોને ઉત્પાદનનો ખર્ચ વધી ગયો છે અને ઓગસ્ટ મહિનામાં દુકાનોમાં કિંમતોનો વિક્રમી 5.1 ટકાનો ઉછાળો નોંધાયો છે. બ્રિટિશ રિટેઈલ કોન્સોર્ટિયમના ડેટા મુજબ તાજા ખોરાકના ભાવમાં 10.5 ટકાના વધારા સાથે શોપ પ્રાઈસમાં ફૂગાવો વધ્યો છે. 169 ફૂડ બેન્ક્સના એસોસિયેશને જણાવ્યા મુજબ ઈમર્જન્સી મદદ માગનારા લોકોની સંખ્યા નાટ્યાત્મકપણે વધી ગઈ છે. 70 ટકા પ્રોવાઈડર્સે કહ્યું છે કે તેમણે ખોરાકી સહાયનું પ્રમાણ ઘટાડવાની અથવા સહાય માગનારા લોકોને પાછા મોકલવાની ફરજ પડશે.

દરમિયાન, દેશભરમાં 550થી વધુ ફૂડ બેન્ક્સને સપોર્ટ કરતા ઈન્ડિપેન્ડન્ટ ફૂડ એઈડ નેટવર્ક યુકે (Ifan UK)ના સર્વે અનુસાર 169 ફૂડ બેન્ક્સના એસોસિયેશનના 90 ટકા પ્રોવાઈડર્સે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાથી માગનું પ્રમાણ વધ્યું છે જ્યારે 87 ટકાએ કહ્યું હતું કે એપ્રિલથી ફૂડ ડોનેશનનું પ્રમાણ ઘટી ગયું છે. પાંચમાંથી એક ફૂડ બેન્કે ફૂડ પાર્સલની સાઈઝ ઘટાડી દીધી છે અને અડધાથી વધુ ચેરિટીઝે ફૂડ પાર્સલ્સનું પ્રમાણ વધારવા તેમની મર્યાદિત કેશ રિઝર્વ્સમાં ગાબડું પાડવું પડ્યું છે. અનાજના વધતા ભાવ અને ઘટતા દાનના પરિણામે ઘણા્ પ્રોવાઈડર્સને નાણાકીય ખાધનો સામનો કરવો પડી રહ્યો છે.

યુએસ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન શાક્સે ચેતવણી આપી છે કે જથ્થાબંધ એનર્જી પ્રાઈસીસ ઊંચા વર્તમાન દરે રહેશે તો યુકેમાં આગામી વર્ષે ફૂગાવો 22 ટકા સુધી પહોંચી શકે છે જેના પરિવારે પરિવારો અને બિઝનેસીસ પર વધારાનું દબાણ આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter