લંડનઃ ફૂડ સ્ટોલમાં લાગેલી આગના કારણે સાઉથોલની વાર્ષિક વૈસાખી નગર કિર્તન ઉજવણીને સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી. આગના કારણે સંખ્યાબંધ લોકોને ઇજા પહોંચી હતી. ખાલસા પંથની સ્થાપનાની ઉજવણી માટે પાર્ક એવન્યૂ ગુરુદ્વારા ખાતે શીખ ધાર્મિક રેલીમાં સામેલ થવા હજારો શ્રદ્ધાળુ એકઠાં થયાં હતાં. એક ગેસ કેનિસ્ટરમાં આગ લાગતાં ઇમર્જન્સી સેવાઓ ઘટના સ્થળે ધસી ગઇ હતી. આગના કારણે 4 લોકોને ઇજા પહોંચી હતી.