ફેબ્રુઆરીના અંતમાં જુનિયર ડોક્ટરોની વધુ પાંચ દિવસની હડતાળ

Tuesday 13th February 2024 12:34 EST
 

લંડનઃ ફેબ્રુઆરીના અંત ભાગમાં જુનિયર ડોક્ટરો વધુ પાંચ દિવસની હડતાળ પર જશે જેના કારણે એનએચએસની સ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના છે. સરકાર સાથેની વાટાઘાટો ભાંગી પડ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનના સભ્યો 24 ફેબ્રુઆરી સવારના 7 કલાકથી 28 ફેબ્રુઆરી રાતના 11.59 કલાક સુધી હડતાળ જારી રાખશે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને યુનિયન વચ્ચે ગુરુવારે મંત્રણા યોજાઇ હતી. યુનિયને જો સરકાર લીગલ મેન્ડેટ લંબાવવાની બાંયધરી આપે તો હડતાળમાં વિલંબ કરવાની ઓફર આપી હતી પરંતુ સરકારે યુનિયનની ઓફર નકારી કાઢી હતી.

હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે, હડતાળ અટકાવવા માટે હું વ્યાજબી સમાધાનના પક્ષમાં છું. બ્રિટિશ મેડિકલ એસોસિએશનના જુનિયર ડોક્ટરો વ્યાજબી ઉકેલ લાવવાના કોઇ સંકેત આપી રહ્યાં નથી. સરકાર જુનિયર ડોક્ટરોના પગારમાં 10.3 ટકાનો વધારો કરી ચૂકી છે અને વધુ પગાર વધારો આપવા પણ તૈયાર છે. અમે તેમને આ ઓફર સ્વીકારવા કહ્યું પરંતુ તેમણે તે નકારી કાઢી છે. સરકાર વધુ મંત્રણા કરવા તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter