ફેમિલી વિઝા અને વર્કર્સ વિઝાની સંખ્યામાં ધરખમ કાપ

2025માં ફક્ત 67,000 ફેમિલી વિઝા, 1,68,000 વર્કર્સ વિઝા અને 4,07,000 સ્ટુડન્ટ વિઝા જારી કરાયા

Tuesday 03rd March 2026 11:44 EST
 

લંડનઃ માઇગ્રન્ટ વર્કર્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના આશ્રિતો પર નિયંત્રણ લાદવાના સરકારના પ્રયાસોના કારણે વર્ષ 2025માં જારી કરાયેલા ફેમિલી વિઝાની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો. હોમ ઓફિસ દ્વારા જારી કરાયેલા નવા આંકડા અનુસાર માઇગ્રન્ટ્સના જીવનસાથી, સંતાનો અને અન્ય આશ્રિતોને ફક્ત 67,000 વિઝા જારી કરાયા હતા. જે વર્ષ 2024ની સરખામણીમાં 22 ટકાનો ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે જીવનસાથીને અપાતા વિઝાની સંખ્યા 27 ટકાના ઘટાડા સાથે 41,000 નોંધાઇ હતી. ફેમિલી વિઝાની સાથે સાથે વર્ષ 2025માં વર્ક રિલેટેડ વિઝાની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો હતો. 2025માં 1,68,000 વર્ક રિલેટેડ વિઝા જારી કરાયા હતા. તેવી જ રીતે 2025માં 3 ટકાના ઘટાડા સાથે 4,07,000 સ્ટુડન્ટ વિઝા જારી કરાયા હતા. ફેમિલી વિઝાના નિયમોમાં કરાયેલા બદલાવની સીનિયર ઇમિગ્રેશન લૉયર્સ અને રિસર્ચર્સ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. જુલિયા વિલેમિન્સ કહે છે કે ફેમિલી વિઝાનો નિર્ણય વ્યક્તિગત આધારે નહીં પરંતુ પરિવારના આધારે લેવાવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter