લંડન
ઇંગ્લેન્ડમાં આગામી મહિને યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં 10 લાખથી વધુ મતદારોને મતદાનની પરવાનગી અપાશે નહીં. સરકાર ફોટો આઇડી વિનાના મતદારોને રજિસ્ટ્રેશન કરાવીને સર્ટિફિકેટ મેળવી લેવા અપીલ કરી રહી છે. સરકારની નવી નીતિ પ્રમાણે મતદારે 4 મેના રોજ યોજાનારા મતદાનમાં મતદારોને ફોટો આઇડી તરીકે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો અન્ય આઇડી લઇને આવવા અપીલ કરી છે. પરંતુ જેમની પાસે કોઇ પ્રકારના ફોટો આઇડી નથી તેઓ મતદાનથી વંચિત રહી જશે.
એમ માનવામાં આવે છે કે ઇંગ્લેન્ડમાં 11 લાખ લોકો પાસે ઓળખ માટે પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા યોગ્ય પ્રમાણપત્ર જ નથી. તેમાંથી ફક્ત 60300 લોકોએ જ વોટર ઓથોરિટી સર્ટિફિકેટ માટે અરજી કરી છે જેથી તેઓ મતદાન કરી શકે.
જેમની પાસે યોગ્ય ઓળખપત્ર નથી તેઓ વોટર ઓથોરિટી સર્ટિફિકેટ માટે 25 એપ્રિલ સુધીમાં અરજી કરી શકે છે.

