ફોર્સ્ડ મેરેજ યુનિટ બળજબરીથી થતા લગ્નો અટકાવવામાં સંપુર્ણ નિષ્ફળ - રિપોર્ટ

યુનિટે ફક્ત મુસ્લિમોને બદલે તમામ ધાર્મિક પરિવારો પર નજર રાખવાની જરૂર

Tuesday 02nd May 2023 12:50 EDT
 
 

લંડન – માઇકલ ગોવના લેવલિંગ અપ ડિપાર્ટમેન્ટના એક રિપોર્ટ અનુસાર સરકારના બળજબરીથી થતા લગ્ન અટકાવવાના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યાં છે કારણ કે આ માટે રચાયેલ એકમને પુરતી આર્થિક સહાય અપાતી નથી અને આ એકમ ફક્ત મુસ્લિમ પરિવારો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકારના ફેઇથ એડવાઇઝર કોલિન બ્લૂમે તેમના 165 પાનાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, સરકારે બળપુર્વક થત લગ્નો અટકાવવા માટેના પ્રયાસોમાં સુધારા કરવાની જરૂર છે. ધર્મ આધારિત સમુદાયોમાં જ આ પ્રકારના બળજબરીથી લગ્નો થતાં હોય છે.

બ્લૂમે જણાવ્યું હતું કે, ફોર્સ્ડ મેરેજ યુનિટ બરાબર કામ કરતું નથી. તેના સ્ત્રોત પણ અપુરતાં છે. તેના નેતૃત્વમાં ઘણી નબળાઇ છે. આમાં આ એકમમાં કામ કરતા કર્મચારીઓ કરતાં રાજકારણીઓનો વાંક વધુ છે. આ એકમ મુખ્યત્વે મુસ્લિમ પરિવારોમાં થતા બળપુર્વકના લગ્નો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. બળપુર્વકના લગ્ન ફક્ત મુસ્લિમ સમુદાયની સમસ્યા નથી. ઓર્થોડોક્સ યહૂદી અને અન્ય ધાર્મિક સમુદાયોમાં પણ બળજબરીથી લગ્ન કરાવાતાં હોય છે.

બ્લૂમે જણાવ્યું હતું કે, ફોર્સ્ડ મેરેજ યુનિટને વધુ નાણાની જરૂર છે. આ વિભાગને હોમ અને ફોરેન એમ બંને વિભાગને બદલે એક જ વિભાગ અંતર્ગત રાખવો જોઇએ અને આ વિભાગે તમામ સમુદાયો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter