ફ્રાન્સના દરિયાકાંઠે ઇંગ્લિશ ચેનલમાં બોટ ડૂબતાં 4 માઇગ્રન્ટના મોત

Tuesday 14th April 2026 10:41 EDT
 
 

લંડનઃ ઉત્તર ફ્રાન્સના દરિયાકાંઠે ઈંગ્લિશ ચેનલ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા શરણાર્થીઓની એક નાની બોટ ડૂબી જતાં એક મહિલા સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતાં. પાસ-દ-કેલે વિભાગ દ્વારા જારી નિવેદનમાં જણાવાયું હતું કે, દરિયામાં અનેક મૃતદેહો તરતા મળી આવ્યા છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની પ્રબળ આશંકા છે.

આ દુર્ઘટના બાદ અંદાજે ૩૦ જેટલા શરણાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે. બૌલોનથી ત્રણ માઈલ દક્ષિણ દિશામાં આવેલા એક્વિહેન-પ્લેજ ખાતે આ લોકોને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

એક્વિહેન-પ્લેજના મેયર ક્રિશ્ચિયન ફોરક્રોયે જણાવ્યું હતું કે, શરણાર્થીઓએ સવારે ૭ વાગ્યાની આસપાસ દરિયો પાર કરવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર સ્થળાંતર અને માનવ તસ્કરીના ગંભીર જોખમો સામે સવાલો ઊભા કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter