ફ્રે બેન્ટોસે પ્રથમ વખત બજારમાં વેજિટેરિયન પાઈ મૂકી

Wednesday 13th March 2019 03:35 EDT
 
 

લંડનઃ ગ્રાહકોની માગણીને ધ્યાનમાં લઈને ફ્રે બેન્ટોસે પહેલી વખત વેજિટેરીયન પાઈ બજારમાં મૂકી હતી. ૧૮૮૧માં સ્થપાયેલી અને મીટ ફિલિંગ્સ માટે પ્રખ્યાત ટીન્ડ પાઈ કંપનીએ જાહેરાત કરી હતી કે ગ્રાહકોની માગને સંતોષવા માટે કંપનીએ બજારમાં વેજિટેબલ બાલ્ટી મૂકી છે.

આ વર્ષની શરૂઆતમાં ગ્રેગ્સે વેગન સોસેજ લોંચ કર્યો ત્યારબાદ આ પાઈ બજારમાં મૂકાઈ હતી. આ નવી વેજિટેબલ બાલ્ટી વેજિટેબલ સોસાયટીની મંજૂરી બાદ બજારમાં આવી છે. બટાટા, કાંદા, લાલ મરચા, ટામેટા, ગાજર, વટાણા અને સ્પાઈસી બાલ્ટી સોસ સાથેની આ વેરાયટીનું ટોપિંગ પફ પેસ્ટ્રીનું રહેશે. ઓવનમાં ૨૫ મિનિટ શેક્યા બાદ તેનો સ્વાદ માણી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter