ફ્રોડના આરોપનો સામનો કરી રહેલા મુકુંદ કૃષ્ણાની સેવા સમાપ્તિ

Tuesday 02nd June 2026 11:57 EDT
 

લંડનઃ પોલીસ ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ મુકુંદ કૃષ્ણાએ છેતરપિંડીની શંકાના આધારે થયેલી ધરપકડના અંદાજે ત્રણ મહિના બાદ સંગઠન છોડી દીધું છે. ફેડરેશનના સ્ટાફને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી હતી કે રવિવારથી જ મુકુંદ કૃષ્ણાની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. આ સાથે જ 1,45,000થી વધુ પોલીસ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થા તરફથી હવે તેમને ભવિષ્યમાં કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં.

મુકુંદ કૃષ્ણાની ગત માર્ચ મહિનામાં લંડન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર પોલીસ ફેડરેશનમાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરવાના ગંભીર આક્ષેપો છે. આ તપાસના ભાગરૂપે ફેડરેશન સાથે સંકળાયેલા અન્ય બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આ ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને તપાસ હજુ ચાલુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter