ફ્લાઇટમાં નશાની હાલતમાં ધાંધલ કરનાર પોલીસ અધિકારી બલરાજ સોહલ બરખાસ્ત

Tuesday 18th June 2024 11:53 EDT
 

લંડનઃ વિમાનમાં નશાની હાલતમાં દુર્વ્યવહાર કરનાર પોલીસ ચીફ ઇન્સ્પેક્ટર બલરાજ સોહલને નોકરીમાંથી બરખાસ્ત કરાયા છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ પેનલે જણાવ્યું હતું કે, જૂન 2022ની ઘટનામાં બલરાજ સોહલનું વર્તન અસ્વીકાર્ય હતું અને તેમને ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા હતા. ડેપ્યુટી ચીફ કોન્સ્ટેબલ સ્કોટ ગ્રીને જણાવ્યું હતું કે, બલરાજનું વર્તન તદ્દન અયોગ્ય હતું, તેમણે પોલીસ વિભાગને બદનામ કરી નાખ્યો હતો. સોહલ 2006માં પોલીસ વિભાગમાં જોડાયા હતા અને તેઓ નેશનલ શિખ પોલીસ એસોસિએશનના સભ્ય હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter