ફ્લાય ટિપિંગઃ સ્લાઉના રશિદને 4,500 પાઉન્ડનો દંડ

Tuesday 03rd June 2025 10:54 EDT
 

લંડનઃ સ્લાઉના રશિદ માહમૂદને મિડલ ગ્રીન ખાતેની સડક પર કચરો ફેંકવાના અપરાધ માટે 4500 કરતાં વધુ પાઉન્ડનો દંડ કરાયો છે. 53 વર્ષીય રશિદે સ્ટોરેજ યુનિટ સડક નજીક ફેંકી દીધું હતું. હાઇ વાયકોમ્બ મેજિસ્ટ્રેટ કોર્ટે રશિદને કચરો ફેંકવા માટે 1596 પાઉન્ડ દંડ પેટે, સફાઇકામના ખર્ચ પેટે બકિંગહામશાયર કાઉન્સિલને 288.88 પાઉન્ડ અને વિક્ટિમ સરચાર્જ પેટે 688 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter