ફ્લિન્ટોફ અને બીબીસી વચ્ચે 9 મિલિયન પાઉન્ડમાં સમાધાન

Tuesday 17th October 2023 12:39 EDT
 
 

લંડનઃ બીબીસીના ટોપ ગિયર પ્રોગ્રામના હોસ્ટ ફ્રેડી ફ્લિન્ટોફ અને બીબીસી વચ્ચે સમાધાન થયું છે. પ્રોગ્રામના શૂટિંગ દરમિયાન થયેલા કાર અકસ્માતમાં ફ્લિન્ટોફને જીવલેણ ઇજાઓ થઇ હતી. હવે બીબીસી સ્ટુડિયો અને ફ્લિન્ટોફ વચ્ચે સમાધાન થયું છે અને આ માટે બીબીસી ફ્લિન્ટોફને 9 મિલિયન પાઉન્ડ ચૂકવવા તૈયાર થઇ છે. આ સમાધાનથી બંને પક્ષકાર ખુશ છે અને હવે તેઓ આગામી સમયમાં સાથે કામ કરવા પણ સહમત થયાં છે.

પૂર્વ ક્રિકેટર એવા ફ્લિન્ટોફ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના એડિટર ઇન ચીફ સી બી પટેલ સાથે સારા સંબંધ ધરાવે છે. એબીપીએલ દ્વારા આયોજિત થતા એશિયન એચિવર્સ એવોર્ડમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે પણ હાજરી આપી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter