લંડનઃ એક કાઉન્સિલે જે રસ્તા પર બસ દોડતી જ નથી એટલે કે જ્યાં બસનો કોઈ રુટ જ નથી ત્યાં બસ સ્ટોપ બનાવવા પાછળ ૬,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. સાઉથ યોર્ક્સના રોધરહામમાં જૂના પુરાણા બસસ્ટોપને સ્થાને નવું બસશેલ્ટર જોઈને ત્યાંના રહીશો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
આ સ્થળે બસનો રુટ તો ગયા માર્ચમાં જ બદલાઈ ગયો હતો. પરંતુ, કાઉન્સિલને તેની જાણ ન હતી. તેથી આ શેલ્ટર પર ‘આ બસ સ્ટોપ હવે ઉપયોગમાં નથી’ તેવી સૂચના મૂકવામાં આવી છે. ભૂતપૂર્વ કાઉન્સિલરે જણાવ્યું હતું કે તે રોડ પર કોઈ બસ દોડતી જ નથી અને ત્યાં આ સ્ટોપ બનાવાયું છે. તે ખૂબ હાસ્યાસ્પદ વાત છે.


