બચતધારકો માટે વ્યાજદર વધારવા બેંકોનો ઈનકાર

Thursday 16th August 2018 03:03 EDT
 
 

લંડનઃ તાજેતરમાં તમામ બચતધારકોના વ્યાજદરમાં સંપૂર્ણ વધારો કરવાના પ્રસ્તાવનો ૧૦૦ બેંક અને બિલ્ડીંગ સોસાયટીમાંથી માત્ર એક જ બેંક દ્વારા અમલ કરાતા સાંસદો અને કેમ્પેનરોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

ટ્રેઝરી સિલેક્ટ કમિટીના ચેરવુમન નિકી મોર્ગને જણાવ્યું હતું કે બેંકોએ સમાજને પાછું વાળવાની તકની અવગણના કરી છે. પાંચ સૌથી મોટી બેંક પૈકી HSBC અને Barclaysએ ફૂલ રેટ વધારા સાથે મોર્ગેજનો ખર્ચ અગાઉ જ વધારી દીધો છે. પરંતુ, બચતધારકોને કોઈ લાભ આપ્યો નથી. લોયડ્સ પણ ૧લી સપ્ટેમ્બરથી તેનું અનુકરણ કરશે.

બેંકોનું વલણ નફામાં લાખો પાઉન્ડ રળી લેવાનું છે. રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડે અંદાજ મૂક્યો હતો કે બેઝ રેટમાં વધારાથી તેની ૨૦૨૦ની અંદાજિત આવકમાં ૩૦૦ મિલિયન પાઉન્ડનો વધારો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter