લંડનઃ બ્રિટન ૨૦૧૫-૧૬માં વિવિધ કાર્ય અને સેવા પાછળ £૭૪૨ બિલિયનનો ખર્ચ કરશે. આ નાણાની આવક ક્યાંથી થશે અને તેનો ખર્ચ કેવી રીતે કરાશે તેની ઝલક આ ચિત્રમાં જોવા મળશે. સરકારે બજેટમાં પર્સનલ એલાવન્સમાં વધારા સહિત ટેક્સમાં થોડી રાહતો જાહેર કરવા સાથે વેલ્ફેર ખર્ચમાં બચત કરવા ટેક્સ ક્રેડિટ્સમાં કાપ મૂક્યો છે. આંકડા પૂર્ણાંકમાં આપેલા હોવાથી વાસ્તવિક આંકડાથી થોડાં અલગ હોઈ શકે છે.