બનાવટી આઇડીનું રેકેટ ચલાવનાર બેને 6-6 વર્ષની કેદ

Tuesday 27th May 2025 15:31 EDT
 
 

લંડનઃ ઇસ્ટ લંડનમાં બનાવટી ઓળખપત્રોનું રેકેટ ચલાવનારા બિલાલ ઇકબાલ અને ઉમ્મદ એહમદને 6 – 6 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ફેબ્રુઆરીમાં બંનેએ તેમના પર મૂકાયેલા પાંચ આરોપની કબૂલાત કરી લીધી હતી. 22મેના રોજ સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટ દ્વારા બંનેને સજાની સુનાવણી કરાઇ હતી. બંને અપરાધી બનાવટી ઓળખપત્રોનું મિલિયન પાઉન્ડનું આખું સામ્રાજ્ય ઓપરેટ કરી રહ્યાં હતાં. તેમના દ્વારા તૈયાર કરાયેલા બનાવટી આઇડીની મદદથી ડ્રગ માફિયાઓ યુકેમાં ડ્રગની દાણચોરી કરતા હતા. યુકેમાં આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને પણ તેઓ બનાવટી ઓળખપત્રો ઉપલબ્ધ કરાવતા હતા. તેઓ યુકેના બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ માટે 70 પાઉન્ડ વસૂલતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter