લંડનઃ બનાવટી વેપનું વેચાણ કરતા કોર્નર શોપના માલિકોને 10,000 પાઉન્ડનો દંડ અને સંભવિત જેલની સજા કરાશે. રેચલ રીવ્ઝ આગામી બજેટમાં તેના માટેના પગલાં જાહેર કરે તેવી સંભાવના છે. ચાન્સેલર કોર્નર શોપમાં વેચાતી ગેરકાયદેસર વેપ્સના દુષણને ડામવા બોર્ડર ફોર્સ અને એચએમઆરસીને વધુ સત્તાઓ આપે તેવી સંભાવના છે.
બનાવટી અથવા તો ગેરકાયદેસર રીતે આયાત કરેલી વેપ્સની ઓળખ કરવામાં મદદ થાય તે માટે સરકાર ડિજિટલ ડ્યુટી સ્ટેમ્પ સાથએની નવી લાયસન્સ સ્કીમ જાહેર કરે તેવી પણ સંભાવના છે. આ પહેલાં સરકાર તમાકુ અને વેપ્સ જેવા ઉત્પાદનોની જાહેરાત સહિતના પગલાં જાહેર કરી ચૂકી છે.

