લંડનઃ યુરોપિયન યુનિયનની બહારના અને બ્રિટનમાં કામ કરતા વ્યાવસાયિકો પર હેલ્થ સરચાર્જ બમણો કરાતા યુકેસ્થિત ભારતીય ડોક્ટરો અને હેલ્થકેર પ્રોફેશનલો (વ્યાવસાયિકો)એ તેનો ભારે વિરોધ શરૂ કર્યો હતો અને હેલ્થ સરચાર્જને ગેરકાયદે ગણાવ્યો હતો.
આ ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જને એપ્રિલ, ૨૦૧૫માં દાખલ કરવામાં આવ્યો હતો અને ગયા વર્ષના ડિસેમ્બર મહિનાથી ૨૦૦ પાઉન્ડથી વધારીને ૪૦૦ પાઉન્ડ પ્રતિ વર્ષ કર્યો હતો. યુકેમાંથી ભારતીય મૂળના ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (BAPIO) યુકે હોમ ઓફિસમાં આચાર્જ વિશે ફરી વિચારણા કરવા માટે લોબીઇંગ કરી રહી છે.
BAPIOએ દલીલ કરી હતી કે આ ચાર્જને કારણે એનએચએસમાં કર્મચારીઓની અછત વધુ સર્જાશે. તેઓ વધુ ને વધુ ભારતીય હેલ્થકેર પ્રોફેશનલની નિમણૂક કરવાની પ્રક્રિયામાં સામેલ થવા ઇચ્છે છે. પરંતુ, તેમના પર રેગ્યુલેશન અને ઇમિગ્રેશનની પ્રક્રિયાનો ભાર મોટો છે અને ઉપરથી આ સરચાર્જને કારણે યુકેમાં બિનઇયુ દેશોમાંથી આવેલા ગુણવત્તાયુક્ત વ્યવસાયિકો ગુમાવવા પડશે.


