બર્નહામ અને નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય ભાગીદારી વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ

બર્નહામ વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર ટેલિફોનિક વાતચીત

Tuesday 04th August 2026 12:40 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પીએમ એન્ડી બર્નહામ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે પ્રથમ વખત ટેલિફોન પર વાતચીત કરી હતી અને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પદ સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતચીતની વિગતો આપતા મોદીએ જણાવ્યું હતું કે, બંને નેતાઓ ટેકનોલોજી, ઇનોવેશન, સંરક્ષણ, સુરક્ષા, ક્લીન એનર્જી, શિક્ષણ અને નાગરિકો વચ્ચેના પરસ્પર સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધુ ગાઢ બનાવવા સંમત થયા છે. અમે ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, બંને દેશો તાજેતરમાં અમલમાં આવેલા ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અંતર્ગત વેપાર અને રોકાણની તકોનો મહત્તમ લાભ ઉઠાવવા કામ કરશે, જેથી બંને રાષ્ટ્રોમાં આર્થિક વિકાસ અને સમૃદ્ધિને વેગ આપી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter