લંડનઃ વ્હાઇટહોલ શાસન વ્યવસ્થાથી દાયકાઓ જૂના સત્તાના કેન્દ્રીકરણને દૂર કરી સમગ્ર ઇંગ્લેન્ડમાં સત્તાનું સંતુલન જાળવવાના હેતુથી વડાપ્રધાન એન્ડી બર્નહામે વહીવટની અલગ પદ્ધતિનું વચન આપતાં તેમના નવા ઉત્તરીય કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. માન્ચેસ્ટરમાં નંબર 10 નોર્થનું અનાવરણ કરતા વડાપ્રધાન બર્નહામે આશ્વાસન આપ્યું હતું કે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે લંડનના વ્હાઇટહોલ વહીવટી વિસ્તારમાંથી અન્ય પ્રદેશો તરફ સત્તા હસ્તાંતરિત થશે. આ માત્ર એક નવું કાર્યાલય નથી પરંતુ આ એ સ્થળ છે જ્યાં વ્હાઇટહોલ દેશના બાકીના ભાગો સાથે જોડાશે. આ નિર્ણય દેશમાં વધુ સંતુલન ઊભું કરશે અને અહીંથી પણ મોટા નિર્ણયો લઈ શકાય છે તેવી ભાવના જગાડશે.


