બર્મિંગહામ કાઉન્સિલના સંચાલન માટે કેન્દ્રિય અધિકારીઓ મોકલવા સરકારનો નિર્ણય

Tuesday 26th September 2023 06:44 EDT
 

લંડનઃ તાજેતરમાં પોતાને બેન્કરપ્ટ જાહેર કરનાર યુકેની સૌથી મોટી કાઉન્સિલ બર્મિંગહામના સંચાલન માટે સરકારે કમિશ્નરો નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. કોમ્યુનિટી સેક્રેટરી માઇકલ ગોવે જણાવ્યું હતું કે, સરકાર આગામી સપ્તાહોમાં બર્મિંગહામ કાઉન્સિલ અંગે મહત્વના નિર્ણય લેવા માટે કમિશ્નરો મોકલી આપશે. સરકાર દ્વારા નિયુક્ત થનારા અધિકારીઓ કાઉન્સિલની માલિકીની સંપત્તિઓના વેચાણ, નોકરીઓમાં કાપ અને ટેક્સમાં વધારા જેવા નિર્ણયો લેશે.

હાઉસ ઓફ કોમન્સને માહિતી આપતાં ગોવે જણાવ્યું હતું કે, આ અધિકારીઓને કાઉન્સિલના શાસન માટેના વ્યાપક અધિકારો અપાશે. તેઓ આર્થિક નિર્ણયોની સાથે વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ અંગેના નિર્ણયો પણ લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter