બર્મિંગહામ કાઉન્સિલે તમામ 10,600 કર્મચારીઓ માટે રાજીનામાની સ્કીમ જાહેર કરી

Tuesday 29th August 2023 11:54 EDT
 
 

લંડનઃ બર્મિંગહામ સિટી કાઉન્સિલે ખર્ચ ઘટાડવાના પ્રયાસમાં તેના તમામ 10,600 કર્મચારીઓને રાજીનામાની ઓફર આપી છે. તમામ કર્મચારીઓને અર્લી રિટાયરમેન્ટ માટે મ્યુચ્યુઅલી એગ્રીડ રેઝિગ્નેશન સ્કીમની ઓફર અપાઇ છે. ગયા સપ્તાહથી શરૂ કરાયેલી આ સ્કીમના પગલે કર્મચારીઓ હતાશામાં ગરકાવ થઇ ગયાં છે. કાઉન્સિલ તેના પગાર બિલમાં ઘટાડો કરવા આ ઓફર લઇને આવી છે. કાઉન્સિલનું પગાર બિલ એક બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયું છે. તે ઉપરાંત ભાંગી પડેલી કોમ્પ્યુટર અને ફાઇનાન્સ સિસ્ટમ માટે 100 મિલિયન પાઉન્ડનો ખર્ચ કાઉન્સિલ સામે ઊભો છે. જોકે કાઉન્સિલ દ્વારા કેટલા કર્મચારીઓના રાજીનામા સ્વીકારાશે તે હજુ નક્કી કરાયું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter