બર્મિંગહામ સિટી કાઉન્સિલમાં લેબર પાર્ટીએ સત્તા ગુમાવી

ઓલ્ધામ કાઉન્સિલમાં પણ રિફોર્મ યુકેનો દબદબો

Tuesday 12th May 2026 12:23 EDT
 

લંડનઃ  છેલ્લા 14 વર્ષથી બર્મિંગહામ સિટી કાઉન્સિલ પર એકચક્રી શાસન ભોગવતી લેબર પાર્ટીએ કાઉન્સિલ પરનું પોતાનું નિયંત્રણ ગુમાવ્યું છે, જેના પગલે હવે સ્થાનિક વહીવટમાં નો પાર્ટી ઇન ઓવરઓલ કંટ્રોલ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વખતના પરિણામોમાં રિફોર્મ UK 22 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જોકે બહુમતી માટે જરૂરી 51 બેઠકોના આંકડાથી તે હજુ ઘણો દૂર છે. બીજી તરફ, ગ્રીન પાર્ટીએ 19 બેઠકો જીતીને બીજું સ્થાન પ્રાપ્ત કરી સૌને ચોંકાવી દીધા છે.

કાઉન્સિલના નેતા જોન કોટનેસ્વીકાર્યું હતું કે 25 વર્ષ સુધી કાઉન્સિલર તરીકે સેવા આપવી તે તેમના માટે ગૌરવની વાત હતી. જોકે, તેમના કાર્યકાળ દરમિયાન કચરો ઉપાડનારા કર્મચારીઓની હડતાળ અને કાઉન્સિલની નાણાકીય કટોકટી જેવા પ્રશ્નોએ લેબર પાર્ટીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

આ પરિવર્તન માત્ર બર્મિંગહામ પૂરતું મર્યાદિત નથી; પડોશી વિસ્તાર સોલિહુલમાં પણ 2010 પછી પ્રથમ વખત કન્ઝર્વેટિવ પક્ષે પોતાનું પ્રભુત્વ ગુમાવ્યું છે. ઓલ્ધામમાં પણ રિફોર્મ યુકેએ 13 કાઉન્સિલર સાથે ભારે સફળતા હાંસલ કરી છે. આમ બર્મિંગહામ અને ઓલ્ધામના પરિણામ પણ લેબર પાર્ટી માટે હતાશાજનક રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter