ગ્રૂમિંગ ગેંગ્સની નેશનલ ઈન્ક્વાયરી બર્મિંગહામ સુધી વિસ્તરી

Wednesday 21st October 2026 07:06 EDT
 

લંડનઃ ગ્રૂમિંગ ગેંગ્સની નેશનલ ઈન્ક્વાયરીમાં હવે બર્મિંગહામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા બાળકોનાં યૌનશોષણ અને જાતીય દુરુપયોગની ઘટનાઓ તપાસવા બર્મિંગહામ અને વેલ્સમાં ટાર્ગેટેડ ઈન્વેસ્ટિગેશન્સ હાથ ધરાશે તેમ સ્વતંત્ર ઈન્ક્વાયરી દ્વારા જાહેર કરાયું હતું. બાળકોના રક્ષણ માટે જવાબદાર સંસ્થાઓના પ્રતિભાવો પણ તપાસોમાં આવરી લેવાશે.

વિક્ટિમ્સ અને બચી ગયેલાઓને સાંભળવામાં આવ્યા હતા અને સપોર્ટ અપાયો હતો કે કેમ તેમજ ભવિષ્યના શોષણ અને નુકસાનને અટકાવવા કેવો બોધપાઠ લેવાયો છે તેની પણ તપાસ કરવામાં આવશે. ઈન્ક્વાયરી પાસે સાક્ષીઓને પુરાવા આપવાની તેમજ સંસ્થાઓ અને વ્યક્તિઓને દસ્તાવેજો અને માહિતી આપવાની ફરજ પાડવા માટે સંપૂર્ણ કાનૂની સત્તા-અધિકારો છે.

બર્મિંગહામ અને વેલ્સનો સમાવેશ કરાયો તે પહેલા ગ્રેટર માન્ચેસ્ટરમાં ઓલ્ધામ, વેસ્ટ યોર્કશાયરમાં બ્રેડફર્ડ અને કેઈલે અને લંડનમાં તપાસોની જાહેરાત કરાઈ હતી. નેશનલ ઓડિટમાં સંગઠિત જાતીય શોષણ સામે બાળકોનાં રક્ષણમાં વારંવારની નિષ્ફળતા મળ્યાનું બહાર આવ્યા પછી ઈન્ક્વાયરી સ્થાપવામાં આવી છે. તેની કામગીરી માર્ચ મહિનામાં શરૂ થઈ હતી અને નેશનલ એકાઉન્ટિબિલિટી સુનાવણીઓ અને સ્થાનિક તપાસોના પગલે માર્ચ 2029 સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter