બર્મિંગહામમાં ગોળીબારઃ એકનું મૃત્યુ

Tuesday 01st September 2020 15:40 EDT
 

 

બર્મિંગહામઃ સ્ટેચફોર્ડમાં બાગશો રોડ પર ૨૮ ઓગસ્ટે રાત્રે ૮ (BST) વાગે થયેલા ગોળીબારમાં ૨૬ વર્ષીય પુરુષન મૃત્યુ થયું હતું. વેસ્ટ મીડલેન્ડ પોલીસે પૂરાવા સચવાય તે માટે ઘટનાસ્થળને કોર્ડન કરી દીધું હતું. પોલીસે સાક્ષીઓ સાથે વાત કરી હતી અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી.

પોલીસે હત્યાની તપાસ ચાલી રહી હોવાનું જણાવીને ગોળીબારની ઘટના વિશે કોઈની પાસે માહિતી હોય તો પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો. ડીટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર સ્કોટ ગ્રીફીથે જણાવ્યું હતું કે જે લોકો પાસે આ ઘટનાની માહિતી હોય તેઓ આગળ આવે તો આ ઘટના માટે જવાબદાર વ્યક્તિ કે લોકોને શોધી શકાય. મૃતકના પરિવારજનો શોકમાં છે અને મુશ્કેલીના આ સમયમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરો તેમને મદદ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter