રસ્તા પર કચરો ફેંકવા બદલ બુટિકના માલિકને દંડ કરાયો

Monday 23rd January 2017 10:17 EST
 

બર્મિંગહામઃ શેલ્ડનના વાઈબર્ટ રોડ ખાતે રહેતા ૩૩ વર્ષીય સૈયદ ગિલાનીને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ,૧૯૯૦ હેઠળ પાંચ ગુના માટે દોષિત ઠેરવીને કુલ ૩૦૨૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. સ્પાર્કબ્રુક ખાતે ઓરિગા બ્રાઈડલ બુટિક એન્ડ મેન્સવેર શોપ ધરાવતા ગિલાનીને નજીકની સ્ટ્રીટમાં ગેરકાયદે કચરો ફેંકવા બદલ આ દંડ કરાયો હતો.

કોર્ટે અધિકારીઓને ખોટી માહિતી આપવા બદલ ૫૦૦ પાઉન્ડ સહિત ૧૪૦૦ પાઉન્ડ દંડ તેમજ કોસ્ટ્સ પેટે ૧૫૦૦ પાઉન્ડ અને વિક્ટિમ સરચાર્જ તરીકે ૧૨૦ પાઉન્ડ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

વેસ્ટ એન્ફોર્સમેન્ટ યુનિટના અધિકારીઓને ગત ૨૫ જૂન, ૨૦૧૫ના રોજ ૧૪૬-૧૫૮, લેડીપૂલ રોડ પરથી ઓરિગાના લેબલવાળા બોક્સ અને પેકેજિંગ મળી આવતા બર્મિંગહામ સિટી કાઉન્સિલે ગિલાની સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ સ્થળે કચરો ફેંકવાના વધુ ત્રણ બનાવો ૧૫ ઓગસ્ટ, ૧૬ ઓક્ટોબર, ૨૦૧૫ અને ૪ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ નોંધાયા હતા. તેમાં રોડ પર કાગળો બુટિકને લગતા પેકેજિંગ સહિત બિલ્ડીંગ મટિરિયલ, પ્લાસ્ટરબોર્ડ અને લાકડાના બોર્ડ્સ રસ્તા પર પડેલા જણાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter