હિન્દુ બાળકો અને યુવતીઓને ગ્રૂમિંગથી બચાવવા સેમિનાર

Tuesday 26th July 2016 05:59 EDT
 

બર્મિંગહામઃ નેશનલ હિન્દુ વેલ્ફેર સપોર્ટ (NHWS : WWW.NHWS.ORG.UK) તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા બર્મિંગહામ એરિયામાં HCB & SPAની મદદ સાથે આપણા બાળકો અને યુવતી-છોકરીઓને ગ્રૂમિંગ અને ફસામણીથી બચાવવા નિઃશુલ્ક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર શનિવાર, ૬ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ સાંજના ૫.૦૦થી ૭.૦૦ દરમિયાન SPA કોમ્યુનિટી સેન્ટર, ૨૪૯, વોરવિક રોડ, બર્મિંગહામ B11 2QX, Sat Nav Use: B11 3ND ખાતે યોજવામાં આવનાર છે. આપના સગાંસંબંધી અને મિત્રોને આ વિશે માહિતી આપવા વિનંતી છે.

આપણે આપણા હિન્દુ સમુદાયને એ વિશે જાગૃત કરવાની આવશ્યકતા છે કે અન્ય કોમ્યુનિટીઓના બાળકો અને યુવાનોની માફક જ હિન્દુ યુવાનો અને નાના બાળકોને પણ લલચાવીને ફસાવવામાં આવે છે. તેઓને ખરાબ વ્યક્તિઓ અને ગેંગ્સ દ્વારા અયોગ્ય અને અનૈતિક સંબંધો બાંધવા લલચાવાય છે અને સમય જતાં તેમનું જાતીય શોષણ અને દુરુપયોગ કરવામાં આવે છે. તેઓ આ વિષચક્રમાં એક વખત ફસાઈ ગયા પછી બહાર નીકળી શકતાં નથી અને કેટલાંક કિસ્સામાં તો તેમને વિદેશ જવાની લાલચ આપીને સેક્સ્યુઅલ ગુલામી અને ખરાબ સંજોગોમાં વેચાણમાં ધકેલાય છે.

આ સેમિનાર આપણાં બાળકો, યુવાનો અને પેરન્ટ્સમાં જાગૃતિ કેળવવા માટે અતિ આવશ્યક છે. સેમિનારમાં • ‘ગ્રૂમિંગ’ અને ‘એન્ટ્રેપમેન્ટ’ના મુદ્દાઓની જાણકારી અને આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો • હિન્દુ કોમ્યુનિટીના બાળકો અને યુવાનોની સુરક્ષા • ‘ગ્રૂમિંગ’ અને ‘એન્ટ્રેપમેન્ટ’ના સાચા કિસ્સાઓનાં ઉદાહરણોને આવરી લેવાશે.

સેમિનાર પછી આરતી કરવામાં આવશે અને તે પછી પ્રસાદનું વિતરણ કરાશે. [email protected] પરથી વધુ માહિતી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter