બર્મિંગહામઃ બસની ઉઠાંતરી કરનાર શાઝમા અન્સારને હોસ્પિટલ ઓર્ડરની સજા

Tuesday 03rd June 2025 10:51 EDT
 
 

લંડનઃ સપ્ટેમ્બર 2024માં એક મહિલાએ બર્મિંગહામ એરપોર્ટ ખાતેથી એક બસની ઉઠાંતરી કરી સાત માઇલ દૂર એક સાંકડા રસ્તા પર પાર્ક કરાયેલી કારો સાથે ઠોકી દીધી હતી. શાઝમા અન્સાર નામની આ યુવતીએ પહેલાં તો બસના ડ્રાઇવર માર્ક લુઇસને ચાકુ બતાવીને તેને લંડન લઇ જવા ધમકી આપી હતી પરંતુ જેવો માર્ક પોલીસ મદદ માગવા ગયો કે શાઝમા બસ લઇને ફરાર થઇ ગઇ હતી.

29 વર્ષીય શાઝમાને 7 માઇલ દૂર આવેલા સેન્ટ બેનેડિક્ટ્સ રોડ પરથી ઝડપી લેવાઇ હતી. તેણે અહીં પાર્ક કરાયેલી કારો સાથે બસનો અકસ્માત સર્જી દીધો હતો. આ મહિલા માનસિક બીમારીથી પીડાતી હતી અને સમયસર દવા લેતી નહોતી. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે અન્સારને હોસ્પિટલ ઓર્ડરની સજા ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter