લંડનઃ બર્મિંગહામના સ્મોલ હીથમાં 12 જાન્યુઆરી 2025ના રોજ રાજુ મોલ્લાહે પત્ની મોસામ્મદ મુમતાઝ પર ઉકળતું તેલ નાખીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ મૂકાયો છે. આ ઘટના બંને સાથે મળીને કીચનમાં ઓમલેટ તૈયાર કરી રહ્યાં હતાં ત્યારે બની હતી. રાજુએ મુમતાઝ પર હુમલો કરીને દાંત પણ તોડી નાખ્યો હતો. 20 વર્ષનું લગ્નજીવન ધરાવતા દંપતીમાં પ્રોપર્ટીના વેચાણ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. રાજુએ પત્ની પર હુમલો કર્યાનું કબૂલી લીધું હતું પરંતુ હત્યાના પ્રયાસનો આરોપ નકારી કાઢ્યો હતો. રાજુના હુમલાના કારણે મુમતાઝના ચહેરા અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હતી.