બર્મિંગહામના શિક્ષકે 3 છોકરી પર 11 જાતિય હુમલા કર્યા

Wednesday 13th July 2022 06:46 EDT
 

બર્મિંગહામઃ ગુરુવાર 7 જુલાઈએ જેલમાંથી કોર્ટ સમક્ષ વિડિયો લિન્ક દ્વારા હાજર થયેલા રિચમોન્ડ રોડ, યાર્ડલી, બર્મિંગહામના 28 વર્ષીય શિક્ષક મુહમ્મદ તૈમુરે ત્રણ છોકરીઓ સામે 11 જાતિય હુમલા કર્યા હોવાનું બર્મિંગહામ ક્રાઉન કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું. તૈમુરને ઓગસ્ટ મહિ્નામાં સજા જાહેર કરાય ત્યાં સુધી રિમાન્ડ પર સોંપાયો છે.

બર્મિંગહામની સેકન્ડરી સ્કૂલના શિક્ષકે ત્રણ છોકરીઓ સામે 11 જાતીય હુમલા કર્યા હોવાની કોર્ટ સમક્ષ કબૂલાત કરી હતીય જોકે, તેણે ચોથી છોકરીના આક્ષેપને નકારી કાઢ્યો હતો. તેણે બાળકોને વેશ્યાગીરી અથવા પોર્નોગ્રાફીમાં ધકેલવા ઉશ્કેરણી કે લાલત આપી હોવાનો ગુનો પણ નકાર્યો હતો. કાનૂની કારણે નામ ન આપી શકાય તેવી એક છોકરી પર આ વર્ષની શરૂઆતમાં જાતિય હુમલો કરાયો ત્યારે તેની વય 16 વર્ષની હતી.

સુનાવણીના અંતે જજ હૈદી કુબિક QCએ આરોપીને જણાવ્યું હતું કે તેણે સજા માટે ઓગસ્ટ મહિનામાં કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે. પ્રોબેશન સર્વિસ સાથે વિડિયો એપોઈન્ટમેન્ટ રાખવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter