લંડનઃ બર્મિંગહામમાં સેંકડો પાઉન્ડનું હેરોઇન આયાત કરવા માટે એક ગેંગને જેલભેગી કરાઇ છે. આ ગેંગ હેરોઇનની દાણચોરી માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરતી હતી. આ ગેંગ દ્વારા 4,58,000 પાઉન્ડનું હેરોઇન દાણચોરી દ્વારા લાવવામાં આવ્યું હતું. પોલીસે આ મામલામાં આબિદ ઇકબાલ, ફાશીહ એહમદ અને મુહમ્મદ અવૈસની ધરપકડ કરી હતી. અદાલત દ્વારા તેમને દોષી ઠેરવી જેલમાં મોકલી અપાયાં હતાં. જૂન મહિનામાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા દરેકને 11 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી પરંતુ તેઓ કોર્ટ બેઇલ મળ્યા બાદ ફરાર હતા. પોલીસ દ્વારા તેમને ઝડપી લઇ જેલમાં ધકેલી દેવાયા હતા


