લંડનઃ બર્મિંગહામમાં ચાઇનાટાઉન ખાતે સ્થિત રોયલ વન ક્લબ ખાતે 2 ફેબ્રુઆરીના રોજ હોમ ઓફિસના ઇમિગ્રેશન અધિકારીઓ અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે છાપો માર્યો હતો. તેમાં 4 માઇગ્રન્ટ ગેરકાયદેસર રીતે કામ કરતા ઝડપાઇ ગયા હતા. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, તેમાં 3 ગેરકાયદેસર માઇગ્રન્ટ હતા અને એક વિઝાની મુદત પૂરી થઇ ગઇ હોવા છતાં યુકેમાં રોકાઇ ગયો હતો. ક્લબના માલિકને સિવિલ પેનલ્ટી નોટિસ પાઠવવામાં આવી છે.
આ પહેલા 20 માર્ચ 2025ના રોજ પણ ક્લબ પર દરોડો પડાયો હતો જેમાં બે ગેરકાયદેસર કર્મચારી અને લાયસન્સ વિનાના શસ્ત્ર મળી આવ્યા હતા. જેમાંથી એકે ઇમિગ્રેશન બેઇલની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું અને બીજો છેક 2015થી ફરાર મનાતો હતો.


