લંડનઃ યુકેના બીજા ક્રમના સૌથી મોટા શહેર બર્મિંગહામમાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી ગાર્બેજ કલેક્શન કામદારોની હડતાળનો કોઇ અંત દેખાઇ રહ્યો નથી. જેના પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે અને રહીશા ત્રાહિમામ પોકારી ગયાં છે. હવે તો રિસાઇકલિંગ કલેક્શન પણ અટકાવી દેવાયું છે. બર્મિંગહામ સિટી કાઉન્સિલે જણાવ્યું છે કે અમે આ વિવાદનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે.
યુનાઇટ યુનિયન સાથે સંકળાયેલા કર્મચારીઓ જાન્યુઆરી 2025થી હડતાળ પર છે. આ હડતાળનો હજુ સુધી અંત લાવી શકાયો નથી. રહેવાસીઓ રિસાઇકલ કરી શકાય તેવા કચરાનો તેમના ઘરોમાં સંગ્રહ કરવા મજબૂર બની રહ્યાં છે.