લંડનઃ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી પર રાખવા માટે બર્મિંગહામમાં બે શોપને તાળા મારી દેવાયાં છે. હોમ ઓફિસે બર્મિંગહામ સિટી કાઉન્સિલને એર્ડિંગ્ટનના સ્ટોકલેન્ડ ગ્રીન એરિયામાં આવેલી બે કોર્નર શોપના લાયસન્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. જાન્યુઆરીમાં પ્રાઇસ બસ્ટર્સ લાઇફસ્ટાઇલ એક્સપ્રેસ શોપ ખાતે પડાયેલા દરોડામાં એક શ્રીલંકન માઇગ્રન્ટ ગેરકાયદેસર કામ કરતા ઝડપાયો હતો.

