બર્મિંગહામમાં બાંગ્લાદેશના 55મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ

Tuesday 31st March 2026 10:21 EDT
 
 

લંડનઃ બર્મિંગહામ ખાતે ગયા સોમવારે બાંગ્લાદેશના 55મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ હતી. ઉજવણીમાં સામાજિક આગેવાનો, રાજદૂતો અને અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઇ કમિશ્નર સુજાન દેબનાથ દ્વારા આયોજિત સમારોહમાં બાંગ્લાદેશના સાંસ્કૃતિક વારસાની ઝલક રજૂ કરાઇ હતી. મહેમાનો સમક્ષ પરંપરાગત લોકસંગીત અને નૃત્યના કાર્યક્રમોની પ્રસ્તુતિ કરાઇ હતી.

મુખ્ય વક્તા ડેરિક એન્ડરસને આંતરરાષ્ટ્રીય ભાગીદારીમા આશાવાદ પ્રગટ કરતાં  યુકે તથા બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ સાંજ માત્ર બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ બ્રિટન અને બાંગ્લાદેશી ડાયસ્પોરા વચ્ચેના મજબૂત અને સતત વિકસતા સંબંધોની પણ યાદ અપાવતી હતી. ખાસ કરીને બર્મિંગહામ જેવા શહેરોમાં બાંગ્લાદેશી ડાયસ્પોરાના સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter