લંડનઃ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં ચાલી રહેલા એક હચમચાવી દેનારા કેસમાં 32 વર્ષીય જોન એશબીએ શીખ મહિલા પર તેના જ ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજારવાનો અને ધાર્મિક અપશબ્દો બોલી હુમલો કરવાનો ગુનો કબૂલી લીધો છે. કોર્ટે તેને આજીવન કેદની સજા ફરમાવી છે.
ઓક્ટોબર 2025માં વોલસોલ વિસ્તારમાં જોન એશબીએ પીડિત મહિલાનો બસમાંથી ઉતર્યા બાદ પીછો કર્યો હતો. મહિલા જ્યારે પોતાના ઘરે પહોંચી, ત્યારે આરોપી લાકડાના ફટકા સાથે પાછળથી ઘરમાં ઘૂસી ગયો હતો. મહિલાએ પોતાનો બચાવ કરવા બાથરૂમમાં ભરાઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એશબીએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
ગયા સોમવારે શરૂ થયેલી ટ્રાયલમાં એશબીએ તેના બેરિસ્ટર સાથે વાત કરી અને બળાત્કાર, લૂંટ, ગળું દબાવવા અને ધાર્મિક રીતે ઉશ્કેરણીજનક હુમલા સહિતના તમામ આરોપો સ્વીકારી લીધા હતા. આ કેસમાં ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા કોર્ટ આગામી દિવસોમાં એશબીને સખત સજા ફટકારી શકે છે.


