બર્મિંગહામમાં સગીરા પર સામુહિક બળાત્કાર ગુજારનાર 4 દોષી ઠરાવાયાં

Tuesday 30th December 2025 09:33 EST
 
 

લંડનઃ બર્મિંગહામમાં 16 વર્ષની સગીરા પર વારંવાર બળાત્કાર ગુજારવાના આરોપસર 4 નરાધમોને દોષી ઠેરવાયાં છે. જુલાઇ 2019માં પીડિત સગીરા તેના ઘેરથી નાસી ગઇ હતી. માર્ગમાં તેણે અકરકાશ ઝફરની કારમાં લિફ્ટ લીધી હતી. પીડિતાએ આરોપ મૂક્યો હતો કે અરકાશે તેના પર સંખ્યાબંધવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તે તેને એક હોટેલ રૂમમાં લઇ ગયો હતો જ્યાં અન્ય આરોપીએ પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મોહમ્મદ નદીમ નામના આરોપીએ પીડિતા પર કારમાં જ બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે શાહબાન આરિફે વોલસાલમાં હોટેલ રૂમની વ્યવસ્થા કરી પીડિતાનું શોષણ કર્યું હતું. ત્યારબાદ પીડિતાને માન્ચેસ્ટર લઇ જવાઇ હતી જ્યાં પોતાના ફ્લેટમાં શિરાઝ નાસરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બર્મિંગહામ ક્રાઉન કોર્ટની જ્યુરીએ પાંચ સપ્તાહની સુનાવણી બાદ ચારેયને દોષી ઠેરવ્યા હતા. ચારેયને સજાની સુનાવણી19 માર્ચ 2026ના રોજ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter